વિધાનસભા સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027 માટે 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ગુજરાતને છ ક્ષેત્રમાં વિકસિત કરવા રૂપિયા 6,600 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જેમાં સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સહિત 6 ક્ષેત્રમાં 80 પ્રોજેક્ટ તૈયાર કરાયા છે. અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને SVP સ્પોર્ટસ એન્ક્લેવના વિકાસ માટે રૂપિયા 500 કરોડ ફાળવવામાં આવ્યા છે.
ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવા માટે રૂપિયા 1,100 કરોડની જોગવાઈ કરી છે. જ્યારે AI અને ડિજિટલ ગવર્નન્સ પહેલ માટે રૂપિયા 850 કરોડથી વધુની જોગવાઈ કરી છે.