નેપાળને હરાવતા ઈંગ્લેન્ડનો પરસેવો છૂટ્યો

T20 વર્લ્ડ કપ 2026નો પાંચમો મુકાબલો ઇંગ્લેન્ડ અને નેપાળ વચ્ચે રમાયો. જેમાં ઇંગ્લેન્ડની ટીમે માત્ર 4 રનથી જીત મેળવી. આ મુકાબલો છેલ્લા બોલ સુધી ગયો. આ મેચ મુંબઈના વાનખેડે મેદાન પર થઈ. ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. પરંતુ નેપાળે છેલ્લા બોલ સુધી લડાઈ લડી અને માત્ર 4 રનથી હાર મળી.

છેલ્લી બે ઓવરનો રોમાંચ છેલ્લી બે ઓવર એટલે કે 12 બોલમાં નેપાળને જીતવા માટે 24 રનની જરૂર હતી. 19મી ઓવરમાં વૂડના પહેલા બોલ પર ચોગ્ગો પડ્યો અને પછી સતત બે વાઈડ ગયા. બીજા બોલ પર કોઈ રન આવ્યો નહીં. પરંતુ ત્રીજા બોલ પર લોકેશે ફરી ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ ફરી એક વાઈડ આવ્યો. ચોથા બોલ પર 2 રન આવ્યા. 5મા બોલ પર 1 રન આવ્યો. અને 19મી ઓવરના છેલ્લા બોલ પર ગુલશન ઝા બોલ્ડ થઈ ગયો. એટલે કે છેલ્લા 6 બોલ પર જીતવા માટે નેપાળને 10 રન જોઈતા હતા.

20મી ઓવરના પહેલા બોલ પર કોઈ રન આવ્યો નહીં. બીજા બોલ પર એક રન આવ્યો. ત્રીજા બોલ પર પણ એક રન આવ્યો. ચોથા બોલ પર લોકેશે 2 રન લીધા. ત્યારે બે બોલમાં 6 રન જોઈતા હતા. 5મા બોલ પર લોકેશ રન બનાવી શક્યા નહીં. છેલ્લા બોલ પર 6 રન જોઈતા હતા. પરંતુ લોકેશ માત્ર એક જ રન બનાવી શક્યા. ઇંગ્લેન્ડએ આ મુકાબલો 4 રનથી જીતી લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *