ભારત સામે નહીં રમે તો પાકિસ્તાન કંગાળ થઈ જશે!

ઈન્ડિયન ટીમ સામેની મેચના બૉયકૉટથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની હાલત કફોડી થઈ શકે છે. ICCનો નાણાકીય ચાબુક PCB સહન કરી શકશે નહીં. T20 વર્લ્ડ કપ 2026માં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ યોજાવાની હતી.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની સંચાલન બોર્ડ જો 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત વિરુદ્ધ T20 વર્લ્ડ કપ મેચ રમવાનો ઇનકાર કરવા બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને દંડિત કરવાનો નિર્ણય લે છે, તો તેણે ભારે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે. પાકિસ્તાને પોતાની સરકારના નિર્દેશ પર ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે ભારત અને પાકિસ્તાન માત્ર મલ્ટી-નેશન ટુર્નામેન્ટમાં જ સામસામે આવે છે, પરંતુ આ મેચને લઈને રોમાંચ એટલો જબરદસ્ત હોય છે કે ICC દરેક ગ્લોબલ ઇવેન્ટમાં બંને ટીમને એક જ ગ્રુપમાં રાખે છે.

PTIના સૂત્ર માહિતી મુજબ, ICCના ફાઇનાન્શિયલ સાયકલ 2024-27માં પાકિસ્તાનનો હિસ્સો લગભગ 144 મિલિયન ડોલર (14.4 કરોડ ડોલર) છે, જેમાં PCBને વાર્ષિક 38 મિલિયન ડોલર (3.8 કરોડ ડોલર)ના સર્વોચ્ચ ચુકવણી દરે વિતરણ કરવામાં આવે છે. એક અંદરના સૂત્રએ જણાવ્યું હતું કે, ”હકીકતમાં જો ICC ભારત સાથે મેચ નહીં રમવા બદલ પાકિસ્તાનને દંડિત કરવાનો નિર્ણય લે છે, તો PCBને આર્થિક રીતે મોટો ફટકો પડી શકે છે કારણ કે વર્તમાન ફાઇનાન્શિયલ સાયકલમાં ICCનો હિસ્સો લગભગ 40 બિલિયન પાકિસ્તાની રૂપિયા છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *