બજેટના એક દિવસ બાદ આજે એટલે કે 2 ફેબ્રુઆરી (સોમવાર)ના રોજ શેરબજારમાં તેજી રહી. સેન્સેક્સ 943 પોઈન્ટ ઉછળીને 81,666ના સ્તર પર બંધ થયો. નિફ્ટીમાં પણ 262 પોઈન્ટની તેજી રહી. તે 25,088ના સ્તર પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં તેજી અને 6માં ઘટાડો રહ્યો. નિફ્ટીના ઓટો, FMCG, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં 2% સુધીની તેજી જોવા મળી. બીજી તરફ IT શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
ગઈકાલે બજેટના દિવસે બજારમાં ઘટાડો રહ્યો હતો
ગઈકાલે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થયા બાદ બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1546 પોઈન્ટ એટલે કે આશરે 2% ઘટીને 80,722ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી પણ 495 પોઈન્ટ તૂટ્યો હતો, જે 24,825ના સ્તર પર બંધ થયો હતો.
સરકારે ફ્યુચર્સ ટ્રેડિંગ પર લાગતા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)ને 0.02%થી વધારીને 0.05% કર્યો છે. ઓપ્શન્સ પ્રીમિયમ અને એક્સરસાઇઝ પર પણ STT વધારીને 0.15% કરવામાં આવ્યો છે. આ કારણે બજારમાં ભારે વેચવાલી અને ઘટાડો રહ્યો હતો.