સલમાન ખાનની એન્ટ્રીએ સુરતીઓને ગાંડા કર્યા

ડાયમંડ સિટી સુરતમાં બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનું આગમન થતા જ શહેરના માહોલમાં ગરમાવો આવી ગયો હતો. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લિગ (ISPL)ના પ્રમોશન અને મેચ માટે સલમાન ખાન સુરત આવતા તેમના ચાકહોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સલમાનની એક ઝલક મેળવવા એરપોર્ટથી લઈ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

સલમાન ખાને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના મેદાનમાં ફરીને પ્રશંસકોના દિલ જીત્યા હતા. પોતાની સાઈનવાળા બોલ પ્રેક્ષકોમાં નાખ્યા હતા. 15 મિનિટ મેદાનમાં રાઉન્ડ માર્યો હતો. સલમાન ખાન પોતાની દિલ્હીની ટીમને સપોર્ટ કરવા આવ્યા હતા. આ સાથે સલમાનની બહેન અર્પિતા ખાન શર્મા પણ હાજર રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *