રાજકોટ મનપા દ્વારા 5,000થી વધુનો ટેક્સ બાકી હોય એવી 47 મિલકતો સીલ, 1.60 કરોડની વસૂલાત કરાઈ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં બાકી મિલકત વેરા સામે કડક રિકવરી અને સીલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ 100થી વધુ કર્મચારીઓની ટીમે કાર્યવાહી કરી 47 મિલકતોને સીલ કરી હતી. ગઇકાલે એક જ દિવસમાં તંત્રને ત્રણેય ઝોનમાંથી કુલ 1.60 કરોડની આવક થઈ છે.

ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે રૂ. 454 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં રૂ. 334 કરોડની વસૂલાત પૂર્ણ કરી છે. મનપા તંત્ર દ્વારા રહેણાંક, વ્યાવસાયિક તેમજ ઔદ્યોગિક એકમોના એવા મિલકત ધારકોની યાદી વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે, જેનો 5,000 કે તેથી વધુનો વેરો બાકી છે. અને તાકીદ પણ કરવામાં આવી છે કે, જો બાકી રકમ તાત્કાલિક ભરપાઈ કરવામાં નહીં આવે તો મિલકત સીલ કરવા, નળ કનેક્શન કાપવા અને મિલકતની હરાજી જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે.

જેને લઈને મિલકતધારકો ઓનલાઈન માધ્યમ, વોર્ડ ઓફિસ તેમજ સિટી સિવિક સેન્ટર પર જઈને પોતાનો વેરો જમા કરાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *