રાજકોટની કુખ્યાત ઓડિયા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવેશ અયુબભાઇ ઓડિયા સહીત 10 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં હાલ પોલીસે 9 આરોપીની અટકાયત કરી મુખ્ય આરોપી અવેશ ઓડિયા પાસા હેઠળ જેલમાં બંધ હોવાથી તેમનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી બાદ તપાસ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, સરકારી અધિકારી કર્મચારીની ફરજ રુકાવટ, આર્મ્સ એક્ટ મારામારી જેવા ગંભીર 15 સહીત કુલ 34 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બે મહિનામાં ચોથી ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી છે.
રાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દૂધસાગર રોડ પર આતંક મચાવનાર કુખ્યાત ઓડિયા ગેંગ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.