ભાજપના ધારાસભ્યએ ST બસ ચલાવી

રાજકોટ-ગાંધીનગર વચ્ચે એસટી વિભાગની વોલ્વો બાદ વધુ એક પ્રિમિયર બસ સર્વિસનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ-ગાંધીનગર વચ્ચે હવે વોલ્વો ઉપરાંત એસી સીટર બસ પણ દોડશે. બસના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ એસી બસ ચલાવી સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.

રાજકોટ ગાંધીનગર વચ્ચે આજથી શરૂ થયેલી AC સીટર બસ બપોરે 4 વાગ્યે ઉપડશે. જ્યારે ગાંધીનગરથી રાજકોટ આવવા માટે આ બસ સવારે 7-30 કલાકે ગાંધીનગરથી ઉપડશે. રાજકોટ-ગાંધીનગરનું ભાડું રૂ. 452 નક્કી કરવામાં આવ્યું છે.

રાજકોટ-ગાંધીનગર વચ્ચે એસટીની પ્રિમિયમ બસ સેવા અંતર્ગત વોલ્વો બસ ચાલી રહી છે. હવે તેમાં એસી સીટર બસનો ઉમેરો થયો છે. આજથી એસી સીટર બસનો પ્રારંભ કરાયો છે. જેનું ભાડુ વોલ્વો બસ કરતા ઓછું રહેશે. ધારાસભ્ય રમેશ ટીલાળા અને દર્શિતા બહેન શાહ સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં બસ સેવાનો પ્રારંભ કરાયો હતો.

ધારાસભ્ય રમેશ ટીલાળાએ બસના સ્ટીયરીંગ પર હાથ અજમાવ્યો એસી સીટર બસના પ્રારંભ સમયે ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ બસ ચલાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટથી ગાંધીનગર હાલ 4 વોલ્વો બસ છે અને હવે એસી સીટર બસ શરૂ થઈ છે. મારા વિધાનસભા મત વિસ્તારમાં આવતા બસ સ્ટેશનથી ગાંધીનગર સાંજના સમયે જવા માંગતા અધિકારીઓ અને લોકોની બસ શરૂ કરવાની માંગણી હતી. જે પૂર્ણ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરું છું. તેમણે જણાવ્યું કે, આ બસ માત્ર 5 કલાકમાં ગાંધીનગર પહોંચાડે છે. જેથી અપ ડાઉન કરતા મુસાફરોને ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *