જસદણમાં 3.64 કરોડના ખર્ચે નવો સિમેન્ટ રોડ બનશે, જિલ્લામાં 32 પંચાયત ઘર, 12 આંગણવાડીને લીલીઝંડી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે રાજકોટ જિલ્લા પંચાયતની સોમવારે યોજાયેલી કારોબારી બેઠકમાં રૂ.30.55 કરોડના ખર્ચે 51 અલગ અલગ કામોને બહાલી આપવામાં આવી હતી. કારોબારી બેઠકમાં બાંધકામ માટેના કુલ 32 કામોના ટેન્ડર કુલ રૂ.23,10,98,934 મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં જસદણમાં 3.64 કરોડના ખર્ચે સુવિધાપથ ઉપરાંત અલગ-અલગ 12 આંગણવાડી બિલ્ડિંગ અને 32 નવી ગ્રામપંચાયત બિલ્ડિંગ તેમજ સિંચાઈ યોજના માટેના કામોનો સમાવેશ થાય છે.

જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ પી.જી.ક્યાડા માંદગી સબબ ગેરહાજર રહેતાં કાર્યકારી અધ્યક્ષ વિરલ પનારાના અધ્યક્ષ સ્થાને કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં મૂળ એજન્ડામાં 38 દરખાસ્ત ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી 17 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. કારોબારી બેઠકમાં બાંધકામના કુલ 32 કામોના ટેન્ડર રૂ.23.10,98,934ના ખર્ચે મંજૂર કરાયા હતા. જુદા જુદા ગામની કુલ 12 આંગણવાડી બિલ્ડિંગ, 32 નવી ગ્રામપંચાયત બિલ્ડિંગ, 1 પશુ દવાખાનું તેમજ 19 રસ્તાના કામોની મંજૂરી અપાઇ હતી. બાયોમેડિકલ વેસ્ટના નિકાલ સહિતના કુલ 51 કામો માટે રૂ.30,55,37,677નો ખર્ચ મંજૂર કર્યો હતો.

પડધરી તાલુકામાં 50.90 લાખના ખર્ચે ઇમર્જન્સી પેચવર્ક જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં પડધરી તાલુકામાં આસફાલ્ટ પેચવર્ક એન્ડ ઇમર્જન્સી વર્કના નામે અધ્યક્ષસ્થાનેથી રજૂ થયેલ દરખાસ્તમાં રૂ.50,90,693નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. રાણસીકી, વિંઝીવડ, નાના સખપર, મોટા સખપર રોડના રિસર્ફેશિંગ માટે રૂ.2,15,48,312નો ખર્ચ તેમજ રૂ.1,25,44,408ના ખર્ચે ગોંડલ તાલુકાના ખડવંથલી, હડમતિયા, મેસપર રોડને સુવિધા પથ તરીકે વિકસાવવા ખર્ચ મંજૂર કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *