ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 22મીથી 350 મીટર રન-વે વિઝ્યુઅલ રેન્જમાં પણ ફ્લાઈટ ઉડાનની મંજૂરી અપાશે

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવે લો વિઝિબિલિટીના કારણે ફ્લાઈટ મોડી નહીં પડે કારણ કે, 22મી જાન્યુઆરીથી અહીં લો વિઝિબિલિટી પ્રોસિજર લાગુ પડતા 350 મીટર રન-વે વિઝ્યુઅલ રેન્જમાં પણ ફ્લાઇટની ઉડાન શક્ય બનશે. હાલમાં 550 મીટર રન-વે વિઝ્યુઅલ રેન્જ હોય તો જ ફ્લાઈટ ઉડાન માટેની મંજૂરી આપવામાં આવે છે. શિયાળામાં વહેલી સવાર અને સાંજના સમયે લો વિઝિબિલિટીના કારણે ફ્લાઈટ મોડી પડતા મુસાફરોને મુશ્કેલી પડતી હતી પરંતુ, હવે આ સમસ્યા દૂર થઈ જશે.

રાજકોટના એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું કે, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 22 જાન્યુઆરીથી લો વિઝિબિલિટી પ્રોસિજર લાગુ કરવામાં આવશે. જેથી હાલમાં 550 મીટરથી ઓછી વિઝિબિલિટી હોય તો ફ્લાઇટને ઉડાનની મંજૂરી આપવામાં આવતી નથી પરંતુ હવે 350 મીટરની વિઝિબિલિટીમાં પણ ફ્લાઇટ ઉડાનને મંજૂરી આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *