બેફામ ઝડપે વાહન ચલાવવું સહિતના 1,216 કેસ RTOએ નોંધ્યા

રાજકોટ જિલ્લા RTO તંત્ર દ્વારા સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ રાજકોટ શહેર-જિલ્લાની ચેકપોસ્ટ તેમજ હાઇવે ઉપર સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇવે તેમજ ચેકપોસ્ટ ઉપર ચેકિંગ દરમિયાન ઓવરલોડ, ઓવરડાયમેન્શન, બેફામ ઝડપે વાહન ચલાવવું, ભયજનક રીતે વાહન ચલાવવું સહિત અનેક કેસો કરવામાં આવ્યા હતા. સાથે ટેક્સ ડિફોલ્ટરો સામે કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ બંને કામગીરી દરમિયાન રાજકોટ જિલ્લા RTO તંત્ર દ્વારા 1216 કેસો કરવામાં આવ્યા હતા અને દંડ પેટે રૂપિયા 53.76 લાખથી વધુ રકમની વસુલાત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *