ઇન્સ્ટાગ્રામના 1.75 કરોડ યુઝર્સનો ડેટા લીક

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામના 1.75 કરોડથી વધુ યુઝર્સનો પર્સનલ ડેટા લીક થઈ ગયો છે. આ માહિતી સાયબર ગુનેગારોના હાથમાં આવી ગઈ છે.

એન્ટિવાયરસ સોફ્ટવેર ફર્મ માલવેરબાઇટ્સના રિપોર્ટ અનુસાર, લીક થયેલા ડેટામાં યુઝરનેમ, ઘરનું સરનામું, ફોન નંબર, ઇમેઇલ એડ્રેસ જેવી વિગતો શામેલ છે.

કંપનીએ જણાવ્યું કે આ ડેટા ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે અને તેનાથી ફિશિંગ અથવા એકાઉન્ટ હેકિંગ જેવા જોખમો વધી શકે છે.

2024માં થયેલી સુરક્ષા ખામીથી ડેટા લીક

માલવેરબાઇટ્સે તેના ગ્રાહકોને ઇમેઇલમાં જણાવ્યું કે આ લીક તેમના રૂટિન ડાર્ક વેબ સ્કેનમાં પકડાયો હતો. આ 2024માં ઇન્સ્ટાગ્રામના API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ, જે એપ્સને એકબીજા સાથે કનેક્ટ કરે છે) સાથે સંકળાયેલું છે. કંપનીએ જણાવ્યું કે આ ડેટાથી સાયબર ગુનેગારો યુઝર્સને નુકસાન પહોંચાડી શકે છે.

સ્ટેટિસ્ટા અનુસાર ભારતમાં ઇન્સ્ટાગ્રામના ઓક્ટોબર 2025 સુધીમાં સૌથી વધુ 48 કરોડ યુઝર્સ છે. અહીં ફેસબુક અને વોટ્સએપના પણ 50 કરોડથી વધુ યુઝર્સ છે, જે મેટાનું સૌથી મોટું બજાર છે. લીક થયેલા ડેટામાં ભારતના યુઝર્સની માહિતી પણ હોઈ શકે છે, જેનાથી ભારતીય યુઝર્સ માટે ખતરો વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *