રાજકોટમાં સીટી ડિવિઝન-1 PGVCLના ધામા

રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે PGVCL દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ડિવિઝન 1 હેઠળ કોઠારીયા રોડ સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ અલગ 28 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસમાં કુલ 42.20 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 21.63 લાખની અને બીજા દિવસે 20.57 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.

રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. દર મહિને કરવામાં આવતી ચેકિંગ ડ્રાઇવ ઓક્ટોબર મહિનામાં પણ ચાલુ રાખી સોમવારથી રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી અલગ અલગ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે ફરી સતત ત્રીજા દિવસે વહેલી સવારથી સીટી ડિવિઝન 1 હેઠળ આવતા જંગલેશ્વર શેરી નંબર 8થી 25 અને અંકુર સોસાયટી, રાધાકૃષ્ણ સોસાયટી સહીતના વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 2 ફીડરો આવરી લેવામાં આવ્યા છે. આજની ચેકિંગ ડ્રાઇવમાં કુલ 3 વીડિયો ગ્રાફર, 8 SRP અને 10 લોકલ પોલીસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *