કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સામે ગુનો નોંધવા માગણી

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા અનેક નાના માણસોના નાણાં હજમ કરી ગયા હોય અને વિદેશ નાસી જવાની પેરવીમાં હોય તેની સામે ગુનો દાખલ કરવા શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ રેન્જ આઇજીપી અને ઇન્કમટેક્સના કમિશનર સમક્ષ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા અને પૂર્વ પ્રમુખ અતુલ રાજાણીએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 700થી 800 કરોડના કથિત કૌભાંડમાં સંડોવણી ખૂલી છે અને પોતે એક પત્રકાર પરિષદમાં પણ પોતાનો ગુનાનો એકરાર કર્યો છે.

અનેક નાના માણસોના નાણાંઓ હજમ કરી ગયા છે. જેના નાણાં લઈ અને પરત નહીં આપતા જ્યારે લેણદાર પોતાના નાણાંની ઉઘરાણી કરવા જિલ્લા ભાજપ પ્રમુખ પાસે જાય છે ત્યારે ચોર કોટવાલને દંડે એ પ્રકારે લેણદારની સામે ધાકધમકી વાપરી પોલીસમાં ફિટ કરાવવા દેવાની ભાષા વાપરી ગાળો બોલતા હોવાનું જાણવા મળ્યું છે.

અનેક નાના માણસોના પૈસા ક્યા આધારે લેવામાં આવ્યા હતા. ફાઇનાન્સનું લાઇસન્સ ધરાવે છે કે કેમ ? જો લાઇસન્સ પણ ન ધરાવતા હોય તો આ અંગે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે નાના માણસોની ઉચાપત કરેલ હોય ત્યારે અધિકારીઓ ઉપર ઇડીની રેડ પડે છે તો કાળા નાણાંની હેરાફેરી માટે ભાજપના સંસદ સભ્યો, ધારાસભ્યો કે હોદ્દેદારો પર ઇડીની રેડ કેમ પડતી નથી ? મોરબી જિલ્લાના કથિત કૌભાંડમાં ઈડી ઝુકાવે અને તટસ્થ તપાસ કરે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *