રાજકોટમાં 52707 મતદારોની હક્ક દાવા અરજીઓ

રાજકોટમાં SIR ( સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) અંતર્ગત 23.91 લાખ મતદારોની ચકાસણી કર્યા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડવામાં આવી હતી. જે બાદ મતદારયાદીમાં નામ ઉમેરા અને કમી કરવા સહિતના સુધારા માટે મતદારો દ્વારા હક્ક દાવા અરજીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ શહેર જીલ્લામાં ગત શનિ- રવિવાર દરમ્યાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાની 8 વિધાનસભાના મતવિસ્તારના 2512 મતદાન બુથો પર 52707 હક્ક દાવા અરજીઓ સબમિટ થઈ હતી. જેની સાથે 71077 ડોક્યુમેન્ટ મતદાતાઓએ બુથ લેવલ ઓફિસર સમક્ષ જમા કરાવ્યા હતા. જેમાં રાજકોટ ગ્રામ્યમા સૌથી વધુ 14786 હક્ક દાવા અરજીઓ મતદાર યાદીમાં નામ નોંધણી, ઉમેરો સહિતના ફેરફાર માટે અરજી કરવામાં આવી હતી.

આ ખાસ ઝુંબેશ દરમિયાન રાજકોટ જીલ્લાના 2512 મતદાન બુથો પર શનિવાર અને રવિવારના દિવસોમાં BLOએ બેસી નવા મતદારોની નામ નોંધણી તેમજ હકક દાવા અરજીઓ અને ડોકયુમેન્ટ લેવાની કામગીરી કરી હતી, જેમાં રાજકોટ ગ્રામ્યના 440 મતદાન બુથો પર સૌથી વધુ 14,786 હકક દાવા અરજીઓ મતદારોએ સબમીટ કરાવી હતી તેની સાથે 6870 ડોકયુમેન્ટ સબમીટ કરાવ્યા હતા. જયારે રાજકોટ પૂર્વના 304 મતદાન બુથો પર 8174 હકક દાવા અરજીઓ અને 5458 ડોકયુમેન્ટ, રાજકોટ પશ્ચિમના 343 મતદાન બુથો પર 8593 હકક દાવા અરજીઓ અને 27110 ડોકયુમેન્ટ, રાજકોટ દક્ષિણના 254 મતદાન બુથો પર 4973 હકક દાવા અરજીઓ અને 15256 ડોકયુમેન્ટ મતદાતાઓ દ્વારા મતદાન બૂથ પર જમા કરાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *