ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)એ તેના વાર્ષિક રિપોર્ટ (2024-25)માં વીમા ક્ષેત્રમાં પોલિસીના મિસ-સેલિંગ પર ચિંતા વ્યક્ત કરી છે. રેગ્યુલેટરે કંપનીઓને કારણોની ઓળખ કરવા માટે ‘રૂટ કોઝ એનાલિસિસ’ (RCA) કરવા નિર્દેશ આપ્યો છે.
મિસ-સેલિંગ એટલે ગ્રાહકોને સંપૂર્ણ માહિતી આપ્યા વિના, નિયમો અને શરતો છુપાવીને અથવા તેમની જરૂરિયાતથી વિપરીત ખોટી પોલિસી વેચવી. રિપોર્ટ અનુસાર, નાણા મંત્રાલયે પણ બેંકો અને વીમા કંપનીઓને ગ્રાહકોને ખોટી પોલિસી ન વેચવા ચેતવણી આપી છે.
કુલ ફરિયાદોમાંથી 22% કેસ ખોટી રીતે પોલિસી વેચવાના
IRDAIના રિપોર્ટ અનુસાર, લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓ વિરુદ્ધ નોંધાતી કુલ ફરિયાદોની સંખ્યામાં કોઈ ખાસ ઘટાડો થયો નથી.
FY25નો ડેટા: વર્ષ 2024-25માં કુલ 1,20,429 ફરિયાદો નોંધાઈ, જે ગયા વર્ષ (1,20,726) જેટલી જ છે.
UFBP ફરિયાદો: અનફેર બિઝનેસ પ્રેક્ટિસ (UFBP) એટલે કે ખોટી રીતે કારોબાર કરવાની ફરિયાદો 23,335થી વધીને 26,667 થઈ ગઈ છે.
હિસ્સેદારી વધી: કુલ ફરિયાદોમાં ખોટી રીતે પોલિસી વેચવાના કેસોની હિસ્સેદારી 19.33%થી વધીને હવે 22.14% થઈ ગઈ છે.
લોકોને ફસાવવા માટે મિસ-સેલિંગની 3 મોટી રીતો
વીમા ક્ષેત્રમાં મિસ-સેલિંગ કોઈ નવી વાત નથી, પરંતુ હવે તે ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. કંપનીઓ અને એજન્ટો અવારનવાર આ 3 રીતોથી તમને છેતરે છે:
FD જેવો ભ્રમ: એજન્ટો લાઇફ ઇન્સ્યોરન્સને ફિક્સ્ડ ડિપોઝિટની જેમ વેચે છે. તેઓ કહે છે કે તેમાં બેંક કરતાં વધુ રિટર્ન મળશે, જ્યારે ઇન્સ્યોરન્સનું મુખ્ય કામ સુરક્ષા આપવાનું છે.
લોનની શરત: ઘણીવાર બેંકો હોમ લોન કે પર્સનલ લોન આપવાના બદલે બળજબરીથી વીમા પોલિસી આપી દે છે. આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. પોલિસી લેવી કે નહીં તે બોરોઅર નક્કી કરી શકે છે.