અયોધ્યા ચોક વિસ્તારમાં રહેતા અને પેલેસ રોડ પર ‘નીલકંઠ જ્વેલર્સ’ નામનો શો-રૂમ ધરાવતા ધ્રુવિતભાઇ કેતનભાઇ ધોળકિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.25/12/2025ના રોજ બપોરે આશરે સવા ત્રણ વાગ્યાની આસપાસ બે અજાણી મહિલાઓ દાગીના ખરીદવાના બહાને શો-રૂમ પર આવી હતી. આ મહિલાઓએ સોનાની વાળી અને પેન્ડન્ટ સેટ જોયા હતા. ત્યારબાદ મહિલાઓ નિકળી ગઇ હતી.
સાંજે પાંચ વાગ્યે જ્યારે સ્ટાફ દ્વારા સ્ટોકની ગણતરી કરવામાં આવી ત્યારે એક પેન્ડન્ટ સેટ ઓછો જોવા મળ્યો હતો. શંકા જતાં શો-રૂમના CCTV ફૂટેજ સ્પષ્ટ દેખાયું હતું કે, જ્યારે સ્ટાફ દાગીના બતાવવામાં વ્યસ્ત હતો, ત્યારે આ બે મહિલાઓ પૈકીની એક મહિલાએ સ્ટાફની નજર ચૂકવી 90 હજારનો સોનાનો પેન્ડન્ટ સેટ પોતાના પર્સમાં મૂકી દીધો હતો. પોલીસે સોનલબેન હીરાભાઈ સોલંકી(ઉં.વ.38, રહે.ગંજીવાડા શેરી નં.22)ને ચોરીના સામાન સાથે ઝડપી લીધી હતી.