રાજકોટમાં નાતાલની ઉજવણી વચ્ચે કેકના નમૂના લેવાયા

હાલ એક તરફ ક્રિસમસની ઉજવણી થઇ રહી છે, ત્યારે બીજી તરફ નતાલના તહેવાર દરમિયાન બેકરીની ચીજ વસ્તુઓને કારણે લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય તે માટે મહાનગરપાલિકા દ્વારા બેકરીઓમાંથી કેક અને પેસ્ટ્રી સહિતના આઠ નમુના લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. કાલાવડ રોડ કોટેચા ચોકમાં આવેલ ભવાની સેલ્સ એજન્સીમાંથી સ્વીટ ચોકલેટ કેક, પીનેકલ બિલ્ડીંગમાં ધ કેક બારમાંથી ડબલ ડિલાઇટ કેક, કે.પી.ફુડસ (કેક ફોરેસ્ટ એટીએમ)માંથી બટરસ્કોચ કેક, બેક હાઉસમાંથી જર્મન ચોકલેટ કેકના નમુના લેવાયા છે. જ્યારે યુનિવર્સિટી રોડ, પંચાયત ચોકમાં આવેલ પ્રાઇડ ડેલીસીયસ બેકર્સમાંથી પાઇનેપલ અને પ્લમ કેક, જલારામ-4માં આવેલ માહી લાઇવ બેકરીમાંથી ચોકો આલ્મંડ કુકીઝ અને કસાટા પેસ્ટ્રીના સેમ્પલ લેવાયા છે.

ફૂડ વિભાગની ટીમે મુંજકા ગામ વિસ્તારમાં આવેલ 20 ધંધાર્થીને ત્યાં 20 નમુનાની ચકાસણી કરીને 11 દુકાનદારોને નોટીસ આપી હતી. તેમાં મુરલીધર પાન, કોલ્ડ્રિંક્સ, જય જલારામ નાસ્તા હાઉસ, મહારાજ ભોજનાલય, રામદૂત ડાઈનીંગ હોલ, બાલાજી રેસ્ટોરેન્ટ, શિવશક્તિ મેડિકલ, ક્રિષ્ના ડાઈનીંગ હોલ, શિવશક્તિ નાસ્તા પોઈન્ટ, જરિયા ડાઈનીંગ હોલ, બંસીધર ફૂડ ઝોન અને ગાત્રાળ ડેરી ફાર્મનો સમાવેશ થાય છે.

SIR બાદ હવે મેગા ડોકયુમેન્ટ કલેકશન કેમ્પ યોજાશે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર)બાદ હવે આવતીકાલ તા.27 અને 28 તેમજ તા.3 અને 4ના રાજકોટ શહેર જીલ્લાનાં તમામ 2512 મતદાન બુથો પર મેગા ડોકયુમેન્ટ કલેકશન કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં જીલ્લાનાં તમામ મતદાન બુથો પર સવારનાં 11 થી સાંજના 5 કલાક સુધી બી.એલ.ઓ. બેસશે આ કેમ્પમાં મતદારો મતદાર યાદીમાં નામ કઢાવી શકશે સાથે વિગતોની ચુકાસણી કરી શકશે. જેમાં નવા મતદાર માટે ફોર્મ-6, મતદાર યાદીમાં નામ કમી કરાવવા માટે ફોર્મ-7 તેમજ સરનામું અથવા અન્ય વિગતોમાં ફેરફાર કરવા માટે ફોર્મ-8 મતદારોએ ભરવાનું રહેશે. જેઓની ઉંમર તા.1-1-2026 ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થાય છે તેવા પાત્ર નાગરીકોને મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા માટે અનુરોધ કરવામાં આવેલ છે.

મતદાર નોંધણી તથા ફેરફાર માટે ઓનલાઈન સેવાઓ તરીકે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ WWW.voter eci.gov.in ઉપલબ્ધ છે. આ ઉપરાંત રૂબરૂ સેવાઓ માટે કલેકટર કચેરી પ્રાંત કચેરી મામલતદાર કચેરી તથા મતદાન મથક પર સંપર્ક કરી શકાશે. વધુ માહીતી માટે નાગરીકો હેલ્પ લાઈન નં.1950 પર સંપર્ક કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *