બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. GPRB/2023-24/1 અંતર્ગત 13 ઓક્ટોબર, 2024ના રોજ યોજાયેલી બિન હથિયારી PSI લેખિત પરીક્ષા પેપર-2 (Gujarati & English Language Skill – Descriptive)ના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષાર્થીઓ પોતાના માર્ક્સ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ gprb.gujarat.gov.in તેમજ lrdgujarat2021.in પર જોઈ શકશે.
જે ઉમેદવારો પેપર-2ના માર્ક્સ અસંતોષ ધરાવતા હોય તેઓ રીચેકિંગ માટે 10 જાન્યુઆરી, 2025ના સવારે 11 વાગ્યા સુધી અરજી કરી શકશે. રી-ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેરિટના આધારે બે ગણાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે, જેના આધારે આગામી દસ્તાવેજ ચકાસણીની કાર્યવાહી હાથ ધરાશે.