પસ્તીની આડમાં લવાતો 19 લાખનો દારૂ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો, ચાર સામે ફરિયાદ

રાજકોટમાં ન્યુયર સેલિબ્રેશન માટેનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ચુક્યું છે. 31st ડિસેમ્બર પહેલા દારૂનો જથ્થો શહેરમાં ઘુસાડવા માટે બુટલેગરો નુસખાઓ અપનાવવામાં આવી રહ્યા છે. જોકે પોલીસ પણ સતર્ક બની બુટલેગરોના નુસખાઓને નાકામ બનાવી રહી છે. આજે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા દારૂ ભરેલો મીની ટ્રક ઝડપી પાડી ટ્રક લઈને નિકળેલા નડિયાદના બે આરોપીને ઝડપી પાડી ફરાર બે શખસની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે 18.72 લાખના દારૂ સહિત ટ્રક મળી કુલ 28.82 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી ટ્રકચાલક, દારૂ મોકલનાર અને રાજકોટમાં દારૂ મંગાવનાર શખસની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, દરમિયાન માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રસ્તે મૈસુર ભગત ચોક પાસે એક મીની ટ્રકમાં છાપાની પસ્તીની આડમાં દારૂ ભરી ચોટીલા તરફથી બેડી ચોકડીવાળા રસ્તે આવતો હોવાની બાતમી મળી હતી. આ હકીકતના આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી. ડી. ડોડિયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. આ સમયે બેડી ચોકડી તરફથી મિનિટ્રક નીકળતા તેને અટકાવી ડ્રાઈવરની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ધર્મેન્દ્ર ગોપાલભાઈ ઠાકોર (ઉં.વ.27) અને તેની બાજુમાં બેઠેલા શખસે પોતાનું નામ મોહન હરજાજી ભીલ (ઉં.વ.50) હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *