ભાજપે રાહુલ ગાંધીને નવા યુગના રાવણ ગણાવ્યા

ભાજપે ગુરુવારે પોતાના સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની તસવીર પોસ્ટ કરી અને તેમને નવા યુગના રાવણ કહ્યા છે. પાર્ટીએ લખ્યું- નવા યુગના રાવણ અહીં છે. તેઓ દુષ્ટ છે, ધર્મ અને રામના વિરોધી છે. તેમનું એકમાત્ર લક્ષ્ય દેશને બરબાદ કરવાનું છે.

ભાજપ દ્વારા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેર કરાયેલા પોસ્ટરમાં રાહુલના 7 માથા જોવા મળે છે. તેના પર લખેલું છે- ભારત પર જોખમ છે. તસવીરની નીચે મોટા અક્ષરોમાં રાવણ લખેલું છે. તેની નીચે અંગ્રેજીમાં A CONGRESS PARTY PRODUCTION DIRECTED BY GEORGE SOROS લખેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *