ભારતે જીત્યો પહેલો બ્લાઇન્ડ વુમન્સ T20 વર્લ્ડ કપ

ભારતે પ્રથમ બ્લાઇન્ડ વુમેન્સ T20 વર્લ્ડ કપ જીત્યો. રવિવારે કોલંબોમાં રમાયેલી ફાઇનલમાં ટીમે નેપાળને સાત વિકેટથી હરાવ્યું. સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને નવ વિકેટથી હરાવ્યું હતું.

પી. સારા ઓવલ સ્ટેડિયમ ખાતે, ભારત મહિલા ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. નેપાળ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ફક્ત 114 રન બનાવી શક્યું. ભારતના બોલરોએ નેપાળના બેટર્સને ફક્ત એક જ બાઉન્ડ્રી ફટકારવા દીધી. ત્યારબાદ ભારત મહિલા ટીમે 12 ઓવરમાં ફક્ત 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *