ગુજરાતભરમાં હાલમાં એસઆઇઆર હેઠળ મતદાર યાદી સુધારણાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. રાજ્યભરમાં બીએલઓ ઘરે ઘરે દરવાજા ખખડાવીને ફોર્મ વિતરણ કરી રહ્યાં છે. પરંતુ આ એસઆઇઆર હેઠળ ચાલતી કામગીરી એટલે અટપટી છે કે, મતદારોને ફોર્મ ભરવુ પણ મુશ્કેલ થઇ પડ્યુ છે. જયારે બીજી બાજુ જે મતદારોએ કામચલાઉ સ્થળાંતર થયા છે અને કેટલાક કાયમી સ્થળાંતર થયા છે. તેવા રાજ્યભરના લાખો મતદારો કે જે તંત્રની પ્રક્રિયાથી અજાણ છે એવા નામ મતદાન યાદીમાંથી કાયમી બાકાત થવાની સ્થિતિ સર્જાવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. કારણ ત્રણ વખત બીએલઓ આવ્યા બાદ તમારૂ ઘર બંધ હોવાની નોંધ કર્યા બાદ ફોર્મ સબમીટ કરી દેશે. અને ત્યારબાદ મામલો તંત્રના હાથમા પહોંચી જશે.
રાજયભરમાં હાલમાં એસઆઇઆર હેઠળ મતદાર યાદી સુધારણા કામગીરી શરૂ થઇ ગઇ છે. મોટાભાગના ઘરોમાં બીએલઓ દ્વારા ફોર્મ વિતરણ કરી દેવામાં આવ્યુ છે. પરંતુ ફોર્મ ભરવાની અટપટી જરૂરિયાતોથી લોકો અટવાઇ રહ્યાં છે. જયારે ફોર્મમાં 2002ની યાદીમાં નામ છે કે નહિં તેનું પણ વિગતો માંગવામાં આવતા મોટાભાગના લોકોને આ ક્યાંથી મળી શકશે ?ની ચિંતા સાથે તંત્રની કામગીરી સામે રોષ વ્યકત કરી રહ્યાં છે. જયારે બીજી બાજુ જે લોકો સ્થળાંતર થઇને જતા રહ્યાં છે અથવા જે લોકો કામચલાઉ રીતે પાંચ છ મહિના માટે સ્થળાંતર થયેલા પરિવારોને તંત્રની આ પ્રક્રિયાના કારણે નુકસાન પહોંચવાની ભારે શક્યતાઓ વર્તાઇ રહી છે.
કારણ તંત્ર દ્વારા આ કામગીરી શરૂ કરતા પહેલા કોઇ પણ પ્રકારની જાગૃતિ માટેના કેમ્પોનું આયોજન કરાયુ નથી. પરંતુ સ્થળાંતર થયેલા લોકોને ત્યાં બીઅેલઓ ત્રણ વખત જશે અને જો ઘર બંધ હોવાની નોંધ કરીને ફોર્મ સબમીટ કરી દેશે. પરંતુ તેની સામે સ્થળાંતરિત થયેલા મતદારો જેતે સ્થળની નજીકની મામલતદાર ઓફિસમાં જઇને ઓનલાઇન ફોર્મ ભરી શકશેની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ સ્થળાંતર થયેલા મતદારોને આ પ્રક્રિયાની જાણ નથી. બીજુ કે જો તેનો સંપર્ક નહિં થઇ શકે તો આવા હજારો નહિં લાખો મતદારોના નામ યાદીમાંમાથી બાકાત થવાની સ્થિતિ સર્જાવાની શક્યતાઓ રહેલી છે.