જિલ્લા પોલીસના વાર્ષિક ઈન્સ્પેકશન અંતર્ગત બુધવારે માઉન્ટેન પોલીસ હેડકવાર્ટરમાં રાજકોટ જિલ્લા પોલીસના અશ્વદળના ઘોડેસવારોની ટીમે ડ્રીલ અને પરેડ કરી હતી.
આ પ્રસંગે રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર હાજર રહ્યા હતા. ઘોડેસવારોએ દર્શાવેલા કરતબો જોઈ દર્શકો અચંબિત થઈ ગયા હતા.