તાજેતરમાં જ ઓવરફલો થયેલો રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમ હવે ઓવરફલો થતા બંધ થયો છે અને ડેમ પૂર્ણ, સપાટીએ ભરાયો છે. સિંચાઈ વિભાગે ડેમ હેઠવાસનાં ચાર ગામોને ચેતવણી સંદેશ આપ્યો છે. રાજકોટ તાલુકા પાસે આવેલો આજી-1 ડેમ હાલ પૂર્ણ સપાટી 147.52 મીટર સુધી ભરાયેલો છે. હાલ વરસાદી પાણીની આવક ઘટતા ડેમ ઓવરફ્લો બંધ થયો છે. આ સાથે રાજકોટના બેડી ઉપરાંત મનહરપુર, રાજકોટ, રોણકી થોરાળા ગામને સાવચેત રહેવા ચેતવણી સંદેશ જાહેર કરાયો છે. ડેમમાં હાલ પાણીની આવક-જાવક શૂન્ય હોવાનું જિલ્લા પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં 24 વર્ષ પૂર્ણ થયા છે. આ ખુશીમાં રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા My Gov Indiaના સહયોગથી વિકાસ સપ્તાહ ક્વિઝ કોમ્પિટિશન શરૂ કરવામાં આવી છે. આ ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા બનનાર રૂ. 15,000 સુધીનું ઈનામ જીતવાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી શકશે. તા.9 ઓક્ટોબરથી તા.9 નવેમ્બર દરમિયાન આ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લઇ શકાશે. આ સ્પર્ધામાં સહભાગી થવા માટે https://quiz.mygov.in/quiz/vikas-saptah-quiz-2025/ લિંકને ઓપન કરી, સ્પર્ધામાં પોતાની કુશળતાનો પરિચય આપવાનો રહેશે. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને ₹15,000, દ્વિતીય વિજેતાને ₹10,000 અને તૃતીય વિજેતાને ₹5,000 ઈનામ આપવામા આવશે. આ ઉપરાંત 50 વિજેતાઓને ₹1000 અને દરેક પ્રતિયોગીને સર્ટિફિકેટ અપાશે. આ કોમ્પિટિશનમાં વિજેતા બનનાર ગુજરાતના ટોચના 10 વિજેતાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સાથે મુલાકાતની તક મળશે.