નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે અનેક જગ્યાએ ગરબા ક્લાસીસો શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે જામનગરમાં ગરબા રસિકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં 19 વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તાર આવેલ “સ્ટેપ એન્ડ સ્ટાઈલ ગરબા ક્લાસ” માં ઉત્સાહ અને જોશ સાથે પ્રેક્ટિસ કરતા 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા નામના યુવકનું હાર્ટ એટેકથી મોત
વિનીત મેહુલકુમાર કુંવરિયા નામના ફક્ત 19 વર્ષની ઉંમરના યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યાં પરિવાર શોકમાં
હાર્ટએટેક એટલે સીધું મોત.. લોકોને બચવા અને બચાવવાનો પણ સમય નથી મળી રહ્યો. ગુજરાતમાં હાર્ટએટેક જીવલેણ સાબિત થઈ રહ્યો છે