વિદેશીઓને ભારતીય લગ્નો પસંદ પડી રહ્યાં છે!

અમેરિકામાં રહેતી દીક્ષા મનોચાએ આ જુલાઈમાં જયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગનો પ્લાન કર્યો. મહેમાનોમાં બ્રાઝિલની એક યુવતી અને તેના મિત્રો પણ હતા. આ બંને લગ્નવાળા પરિવારો સાથે સંબંધ ધરાવતા ન હતા. હકીકતમાં, દીક્ષાએ તેનાં લગ્નને ‘જોઇન માય વેડિંગ’ સાઇટ પર રજિસ્ટર કર્યાં હતાં. આ એક એવી વેબસાઈટ છે જેના પર રજિસ્ટર લગ્નની ટિકિટ લઈને વિશ્વભરના લોકો તેમાં સામેલ થઈ શકે છે. તેના માટે 13 હજારથી 21 હજાર રૂપિયા સુધીની ફી હોય છે. કંપની કમિશન લીધા બાદ આ રકમ વર-કન્યાને આપી દે છે.

કંપનીના સ્થાપક ઓરસી પાર્કાની કહે છે ભારતીય લગ્નો દુનિયાભરમાં ચર્ચિત છે. બોલિવૂડે તેને ભવ્યતા આપી છે. યજમાન બનવા માટે યુગલને એક પ્રશ્નાવલી ઉકેલવાની સાથે ‘સેરેમની ગાઇડ’ રાખવાનો રહેશે. તે સામાન્ય રીતે વર-વધૂના નજીકના મિત્ર કે પરિવારના સભ્યો હોઈ શકે છે. તેમનું કામ વિદેશી મહેમાનોને ઉત્સવ વિશે સમજાવું, ડ્રેસેસ , ક્યાં રોકાવાનું છે, જેવી બાબતોમાં મદદ કરશે. પાર્કાની કહે છે તેમની સાઇટ પર 1200 લગ્ન નોંધાયેલાં છે અને 400થી વધુ બુકિંગ થઇ ગયાં છે. દિલ્હીના ગૌરવ પાસી અને પૂજા ટંડને મેક્સિકોના એક યુગલને લગ્નમાં હાજરી આપવાની મંજૂરી આપી છે. તેનું કહેવું છે કે મહેમાનોને આમંત્રિત કરવાનું ધ્યેય પૈસા નથી. જેટલો ખર્ચ લગ્નમાં થાય છે તેની સરખામણીમાં આ રકમ નજીવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *