સ્કેટિંગ, ફરસી તથા ત્રિશૂલ સાથે રાસ રમી માતાજીની આરાધના કરાઇ

શહેરના કોટેચા ચોક ખાતે નવદુર્ગા ગરબી મંડળ દ્વારા છેલ્લા 35 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે, જેમાં 8 થી 15 વર્ષ સુધીની 48 દીકરી અને 18 દીકરા હોય છે, આ વર્ષે વિશેષ રાસમાં મહિષાસુર રાસ, અઘોર નગારા તથા મહાકાલી માતા રૌદ્રરૂપ ધારણ કરી રક્તબીજનો સંહાર કરતો રાસ રજૂ કરાયો હતો તથા 16 દીકરીઓએ ઓપરેશન સિંદૂર પર નાટક રજૂ કર્યું હતું.

શહેરના હળવદ બોર્ડિંગ ખાતે હળવદ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 32 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરાય છે. જેમાં બ્રહ્મસમાજની બહેનોએ અદભુત ફરસી રાસ રજૂ કર્યો હતો. આ ઉપરાંત અહીં બાળકો માટે વેશભૂષા સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. જય પરશુરામ, મહાદેવ હરના નાદ સાથે રાસની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીં આજે દશેરા નિમિતે બ્રહ્મભોજનનું પણ આયોજન કરાયું છે.

શહેરના શીતલ પાર્ક પાસે આવેલા વિરલ વાટિકા સોસાયટી ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6 વર્ષથી લઇને 13 વર્ષ સુધીના 10 બાળકોએ અદભુત સ્કેટિંગ રાસ રજૂ કર્યો હતો. જેમાં એક ગરબો અને એક દેશભક્તિના ગીત પર બાળકોએ ટ્રેડિશનલ પોશાકમાં રાસ રમીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ રાસને નિહાળવા આસપાસના રહેવાસીઓ તથા ઠેર-ઠેરથી લોકો પધાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *