શહેરના ઉપલાકાંઠા વિસ્તારના મોરબી રોડ પર કારખાનેદાર પર ચાર શખ્સે છરી અને પાઇપથી હુમલો કર્યો હતો. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર અલય વાટિકામાં રહેતો અને સબમર્સિબલ પંપનું કારખાનું ધરાવતો અભી જયંતીભાઇ ખાનપરા (ઉ.વ.30) શનિવારે રાત્રે બારેક વાગ્યે મોરબી રોડ પર ઠાકરધણી હોટેલ પાસે હતો ત્યારે રાજ ઉર્ફે રાજદીપ દીપક સભાયા અને ત્રણ અજાણ્યા શખ્સ ત્યાં ધસી ગયા હતા.
રાજ સભાયાએ ગાળો ભાંડી અભીને ગાલના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો જ્યારે અન્ય ત્રણ શખ્સે અભીને પાઇપ અને ધોકાના ઘા ઝીંક્યા હતા. હુમલામાં ઘવાયેલા અભીને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.