આજે મેઘરાજા ગાજવીજ સાથે દ.ગુજરાત-સૌરાષ્ટ્રને ઘમરોળશે

ગુજરાતમાં સપ્ટેમ્બર, 2025ની શરૂઆતમાં કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. થોડા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે આજથી સોમવાર (15 સપ્ટેમ્બર)થી આગામી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યના 8 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે વરસાદની સંભાવનાને લઇને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠામાં વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

17 સપ્ટેમ્બર સુધીમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ મુજબ, આગામી 16 સપ્ટેમ્બર સુધી ગુજરાતના તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 17 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અમુક વિસ્તારોમાં 2થી 5 ઈંચ વરસાદ વરસી શકે એવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *