મહિલાની અન્નનળીમાંથી દોઢ સેમીનો સોપારીનો ટુંકડો કાઢ્યો

રાજકોટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. એક વયોવૃદ્ધ મહિલાની અન્નનળીની અંદર દોઢ સેમીનો સોપારીનો કટકો ફંસાઈ ગયો હતો, જેને કારણે તેમના ગળાની નીચે પાણી પણ ઉતરતું નહોતું. તેમજ અસહ્ય દુખાવો થવા લાગતા પરિજનો તેઓને લઈને ડૉ. હિમાંશુ ઠક્કર પાસે પહોંચ્યા હતા. ડૉ. ઠક્કરે કેસની ગંભીરતાને પારખીને તાત્કાલિક દૂરબીન (એન્ડોસ્કોપ) વડે સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. અન્નનળીની અંદર ફંસાઈ ગયેલા સોપારીના આ કટકાને કાઢવામાં મહિલાને જીવનું જોખમ હતું અને તે કાઢવો પણ જરૂરી હતો. જેને લઈ ડો. ઠક્કરે દૂરબીન વડે સર્જરી કરીને ગણતરીની મિનિટોમાં સોપારીનો કટકો બહાર કાઢીને મહિલાને યાતનામુક્ત કર્યા હતા.

ગળામાં અસહ્ય દુખાવા સાથે સતત ઉબકા આવવા લાગ્યા હતા વિદ્યાનગર રોડ પર આવેલી ડૉકટર હિમાંશુ ઠક્કરની હોસ્પિટલમાં 53 વર્ષીય દર્દી મહેશ્વરીબેન મંગલિકા એક ગંભીર સમસ્યા સાથે આવ્યા હતા. તેમણે સોપારી ખાતા સમયે તેનો દોઢ સેન્ટિમીટરનો ધારદાર કટકો અજાણતા જ ગળી લીધો હતો, જે તેમની અન્નનળીમાં ફસાઈ ગયો હતો. આ કટકો અન્નનળીમાં ફસાઈ જતાં તેમને ગળામાં અસહ્ય દુખાવો, સતત ઉબકા આવવા લાગ્યા હતા. અને પાણી પણ ગળા નીચે ઉતરતું નહોતું. આ પરિસ્થિતિમાં તાત્કાલિક સારવારની જરૂર હોય તેમના પરિવારજનોએ તરત જ ડૉ. હિમાંશુ ઠક્કરનો સંપર્ક કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *