અમેરિકાનો કપાસ આવતા જ મણનો ભાવ ઘટીને 900 થશે, ચોટીલામાં કેજરીવાલના આક્ષેપો

ચોટીલા ખાતે કિસાન મહાપંચાયત વરસાદના કારણે રદ્દ કરવામાં આવતા આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ સંબોધી હતી અને ભાજપ અને કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે અમેરિકાથી આવતા કપાસ પર લગાવવામાં આવેલું 11% ટેરિફ રદ્દ કરાતા ભારતના ખેડૂતો પાયમાલ બની આત્મહત્યા કરી લેશે એવી ભીતિ વ્યક્ત કરી. જેથી, USથી આવતા કપાસ પર પુનઃટેરિફ લગાવવામાં આવે, એક મણ દીઠ કપાસના ભાવ રૂ.2100 આપવાની માંગ કરી હતી.

ટ્રમ્પ દ્વારા 50% ટેરિફ લગાવી દેવામાં આવતા હીરા કારીગરો બેઘર બન્યા ટ્રમ્પે જ્યાં ટેરિફ લગાવ્યું હતું એવા યુરોપ, કેનેડા અને મેક્સિકોએ સામે ટેરિફ લગાવતા ટ્રમ્પ ઝૂકી ગયા તો 140 કરોડની વસ્તી ધરાવતો ભારત દેશ શા માટે નબળો પડી રહ્યો છે? એવો સવાલ ઉઠાવ્યો હતો. આ સાથે જ ભારતમાં હીરા કારીગરો દ્વારા ફિનિશિંગ કરેલા હીરા અમેરિકા મોકલવામાં આવે છે તેના પર ટ્રમ્પ દ્વારા 50% ટેરિફ લગાવી દેવામાં આવતા હીરા કારીગરો બેઘર બન્યા હોવાનો દાવો કર્યો. જ્યારે કોંગ્રેસ અંગે કહ્યું કે, તેને ખેડૂતો અને હીરા કારીગરો સાથે કોઈ લેવાદેવા નથી કારણ કે તેને તો BJPની નોકરી કરવી છે અને તેની ચાપલૂસી કરવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *