ગુજરાતની 7 યુનિવર્સિટી સાથે દેશની ટોપ 150માં સ્થાન મેળવ્યું

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા જાહેર કરાયેલી NIRF 2025 રેન્કિંગમાં મારવાડી યુનિવર્સિટીએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સૌરાષ્ટ્રની એકમાત્ર યુનિવર્સિટી તરીકે તેણે દેશની ટોપ 150 યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાંથી કુલ સાત યુનિવર્સિટીઓને આ પ્રતિષ્ઠિત સ્થાન મળ્યું છે.

ગુજરાત યુનિવર્સિટી 74મા ક્રમે છે. મારવાડી યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી અને પારૂલ યુનિવર્સિટી 101-150 બેન્ડમાં છે. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી અને સુમનદીપ યુનિવર્સિટી 151-200 બેન્ડમાં છે.

એન્જિનિયરિંગ કેટેગરીમાં આઈ.આઈ.ટી. ગાંધીનગર, એસ.વી.એન.આઈ.ટી. અને પી.ડી.ઈ.યુ. ટોપ 100માં છે, નિરમા યુનિવર્સિટી 151–200 બેન્ડમાં છે, જ્યારે ડી.એ.આઈ.આઈ.સી.ટી., મારવાડી યુનિવર્સિટી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી 200–300 બેન્ડમાં સામેલ છે. ફાર્મસી રેન્કિંગમાં પણ મારવાડી યુનિવર્સિટી સહિત ગુજરાતની સાત યુનિવર્સિટીઓ ટોપ 125માં સ્થાન પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *