કાસ્ટિંગ સોડાની ડોલ માથે પડતાં દાઝી જતાં શ્રમિકનું મોત

શહેરના 80 ફૂટ રોડ પર સંજય વે બ્રિજ નજીક આવેલા હાર્ડવેરના કારખાનામાં મજૂરી કરતાં પ્રૌઢનું કાસ્ટિંગ સોડાની ડોલ માથે પડતાં દાઝી જવાથી મોત થયું છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, થોરાળા વિસ્તારના 80 ફૂટ રોડ ખોડિયારનગર-7/9માં રહેતાં માયાનંદભાઇ બીલાટભાઇ ઠાકુર(ઉ.વ.50)નું ગત તા.21/08ના રોજ શ્રીવૃજ કલર એનોડાઇઝ નામના હાર્ડવેરના કારખાનામાં ટેબલ પર ઉભા રહી કામ કરી રહ્યા હતાં ત્યારે શરીરનું સંતુલન ગુમાવતાં નીચે પટકાયા હતા.

ઉપર રાખેલી કાસ્ટિક સોડાની ડોલ પણ તેમની માથે પડતાં ગરમ સોડાથી દાઝી જતા પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

બાદમાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ટૂંકી સારવારમાં જ અહી મૃત્યુ થતાં પરિવારજનોમાં કલ્પાંત છવાયો હતો.મૃતક માયાનંદભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં ત્રણ પુત્રી છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *