શહેરના મવડી પ્લોટમાં રાધેશ્યામ સોસાયટીમાં રહેતા સુનિલ ભીખુભાઈ ભરાડ(ઉં.વ.42) નામના યુવકે નેહરુનગર વિરાણી અઘાટમાં આવેલા પોતાના તિરુપતિ નટ નામના કારખાનામાં બપોરના સમયે લોખંડના એંગલમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
ઘણા સમય સુધી યુવકે ફોન ન ઉઠાવતા પરિવાર કારખાને પહોંચ્યો હતો. જ્યાં પહોંચતા જ યુવક લટકતી હાલતમાં નજરે પડ્યો હતો.
બનાવ અંગે 108 દ્વારા ભક્તિનગર પોલીસને જાણ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક સુનિલ ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતા.