ખેલાડીઓના ખરાબ વર્તનને કારણે ક્લબ પર 12 પોઇન્ટની પેનલ્ટી પણ લાગી

સસેક્સ ક્રિકેટ ક્લબને ચાલી રહેલી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 12 પોઈન્ટની પેનલ્ટી ફટકારવામાં આવી છે, જેના કારણે તેના કેપ્ટન ચેતેશ્વર પૂજારાને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયાનો અનુભવી બેટર પૂજારા હાલમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમી રહ્યો છે અને સસેક્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સસેક્સે આ વર્ષે એપ્રિલમાં પૂજારાની કેપ્ટન તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી.

ખેલાડીઓના ખરાબ વર્તનને કારણે સસેક્સ પર 12 પોઈન્ટની આ પેનલ્ટી લગાવવામાં આવી છે અને ટીમના કેપ્ટન હોવાના કારણે પૂજારાને એક મેચના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ આ જાણકારી આપી છે.

સસેક્સે સજા સ્વીકારી
LV= ECB એ ઇન્શ્યોરન્સ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ખેલાડીઓના આચરણ માટે કડક નિયમો બનાવ્યા છે. આ સિઝનમાં સસેક્સ પર ચાર વખત નિશ્ચિત દંડ લાદવામાં આવ્યો છે. ECBના નિયમો અનુસાર, જ્યારે આવું થાય છે ત્યારે કેપ્ટન પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. સસેક્સીઓએ સજાને પડકાર્યા વિના સ્વીકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *