સુરતના ગણેશ પંડાલોમાં 100 કરોડથી વધુનું વીમા કવચ

મુંબઈ પછી જો કોઈ શહેર ગણેશ ઉત્સવને ભક્તિ, શ્રદ્ધા અને ભવ્યતા સાથે ઉજવતું હોય તો તે સુરત છે. આ વર્ષે સુરતનો ગણેશોત્સવ એક નવા જ કીર્તિમાન સ્થાપિત કરી રહ્યો છે, જ્યાં આસ્થા અને બિઝનેસનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. આ વખતે માત્ર ગણેશજીની પ્રતિમાઓ અને ભવ્ય પંડાલ જ આકર્ષણનું કેન્દ્ર નથી, પરંતુ તેમની સુરક્ષા માટે લેવામાં આવેલા 100 કરોડથી પણ વધુના વીમા કવચે સૌનું ધ્યાન ખેંચ્યું છે. તો સાથે જ ગુજરાતમાં ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશ પંડાલ, સાયબર પેટ્રોલિંગ, AIથી ક્રાઉડ મેનેજમેન્ટ અને ઉંદર ગણેશજીની પ્રદક્ષિણા કરશે તેવી ગણેશ પ્રતિમા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

ગણેશજી અને ભક્તો માટે વીમો સુરતમાં આ વર્ષે નાની-મોટી કુલ 1 લાખથી વધુ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. આસ્થાના આ મહાપર્વમાં સુરક્ષાની નવી પરિભાષા ઘડાઈ છે. શહેરના મોટા ગણેશ આયોજકોએ ઉત્સવના દસ દિવસ માટે ખાસ વીમા પેકેજ લીધા છે. આ પેકેજ માત્ર સવા લાખ રૂપિયાના પ્રીમિયમમાં પ્રતિમા, મંડપ, ભગવાનના દાગીના અને ભક્તોનું પણ વીમા કવચ આવરી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *