રાજકોટમાં રહેણાક મકાનમાં જુગાર રમતા 8 પકડાયા

શહેરના દૂધસાગર રોડ, ન્યૂ શક્તિ સોસાયટી-6માં થોરાળા પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા વિજય કોશિયા ઉપરાંત નીતિન પ્રદીપ જાદવ, ધવલ ભૂપત પરમાર, અલ્કેશ વજુ ગોરવાણિયા, ભૂપત રામજી પરમાર, તેજશ ભરત જાદવ, નવલ ભગવાનજી ખોખર, ભરત ભીખા કોશિયાને પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.28,230 તેમજ આઠ મોબાઇલ મળી કુલ રૂ.1,22,230નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી છે. જ્યારે ઇરફાન યાકુબ મારફાળી નામના શખ્સને વિદેશી દારૂની 5 બોટલ તેમજ બીયરના 10 ટીન સાથે તાલુકા પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *