માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમાં યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર પૂર્વે જ યુવકનું મોત નીપજ્યું છે. યુવકનું સગપણ ન થતા તે વાતના દુઃખમાં યુવકે આ પગલું ભર્યું હતું.
માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતા નયનભાઈ વિનોદભાઈ ભાલારા(ઉં.વ.33) નામના યુવકે સાંજના સાડા સાતેક વાગ્યે ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તાત્કાલિક 108 દ્વારા સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર લીધા પૂર્વે જ દમ તોડી દેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી પીએમ અર્થે ખસેડી જરૂરી તપાસ હાથ ધરી છે. વધુમાં અગાઉ તેમણે ગેરેજનો ધંધો શરૂ કર્યો હોય ત્યારબાદ કારખાનામાં કામ શરૂ કર્યું હતું. મૃતકના પિતાએ જણાવ્યા અનુસાર, યુવક ધંધામાં પડી ભાંગ્યો હોય અને સગપણ ન થતું હોય જેથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.