4.24 અરજદારો આજીવન ગ્રીનકાર્ડ મેળવી નહીં શકે

અમેરિકાના ગ્રીનકાર્ડ માટેના બેકલૉગના કારણે 11 લાખ ભારતીયોને લાંબી રાહ જોવી પડશે. વોશિંગ્ટન ડીસી સ્થિત કેટો ઇન્સ્ટિટ્યૂટના અભ્યાસ અનુસાર ગ્રીનકાર્ડના 4.24 લાખ અરજદારો આજીવન ગ્રીનકાર્ડ મેળવી નહીં શકે. કારણ કે તેમનો નંબર આવશે ત્યારે તેઓ જીવિત નહીં હોય. આ અરજદારોમાં 90 ટકા ભારતીય છે.

ગ્રીનકાર્ડ એ અમેરિકામાં કાયમી વસવાટ માટેનો પરવાનો છે. ગ્રીનકાર્ડધારકો હંમેશા માટે અમેરિકામાં રહી શકે છે તથા કામ કરી શકે છે. રિપોર્ટ અનુસાર ચાલુ વર્ષે રોજગાર આધારિત ગ્રીનકાર્ડ અરજીઓનો બેકલૉગ 18 લાખને આંબી ગયો હતો. આ એવા અરજદારો છે જેઓ હાલ અમેરિકામાં વસવાટ કરી રહ્યાં છે અને ગ્રીનકાર્ડ માટેની રાહ જોઈ રહ્યા છે. ફેમિલિ સ્પોન્સર્ડ સિસ્ટમ હેઠળ પેન્ડિંગ ગ્રીનકાર્ડ અરજીઓની સંખ્યા સૌથી વધુ 83 લાખ છે. તેનો સીધો અર્થ એ છે કે અમેરિકામાં કાયદેસર રાહે ઇમિગ્રેશન મેળવવું હવે લગભગ અશક્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *