રાજકોટમાં ગઈકાલે 4 ઇંચ વરસાદ પડ્યા બાદ ફરી મેઘરાજા મહેરબાન થયા હતા અને બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. માત્ર બે ઇંચ વરસાદમાં જ શહેરના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા અને તેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.
બે કલાકમાં વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા રાજકોટ શહેરમાં આજે બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન ઈસ્ટ ઝોનમાં સૌથી વધુ 21 મી.મી., સેન્ટ્રલ ઝોનમાં 12 મી.મી. અને વેસ્ટ ઝોનમાં 8 મી.મી. વરસાદ પડ્યો છે. તેને લીધે શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નાનામવા રોડ, રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, મવડી, સંત કબીર રોડ, પેડક રોડ, યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ, પરબજાર, ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી, કોઠારીયા રોડ, કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.