શુક્રવારે વહેલી સવારે ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમારા પૂર્વજોએ જે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તે સૌથી મજબૂત સંકલ્પોને પણ તોડી શકે તેમ હતી. પરંતુ તેમણે આશા સાથે મુશ્કેલીઓનો સામનો કર્યો.
પીએમ મોદીએ ભારતીય સમુદાયની યાત્રાને હિંમતનું ઉદાહરણ ગણાવ્યું. પીએમએ કહ્યું- તેઓ (ભારતીય ડાયસ્પોરા) ગંગા અને યમુના છોડી ગયા, પરંતુ રામાયણને પોતાના હૃદયમાં સાથે લાવ્યા. તેમણે પોતાની માટી છોડી દીધી, પણ પોતાની સંસ્કૃતિ છોડી નહીં.
તેમના યોગદાનથી આ દેશ સાંસ્કૃતિક, આર્થિક અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બન્યો છે. તેમણે પોતાની માટી છોડી દીધી પણ પોતાની સંસ્કૃતિ છોડી નહીં. તેઓ ફક્ત સ્થળાંતર કરનારા નહોતા પણ એક સભ્યતાના રાજદૂત હતા.
પીએમ મોદીએ જાહેરાત કરી કે ભારતીય મૂળના લોકોની છઠ્ઠી પેઢીને પણ ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે વહેલી સવારે ત્રિનિદાદ અને ટોબેગોની રાજધાની પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યા.
પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર અને તેમના 38 મંત્રીઓ અને ચાર સાંસદોએ એરપોર્ટ પર મોદીનું સ્વાગત કર્યું.