રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે ચાર્જ સંભાળ્યાને એક સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે. હવે રેવન્યુ કેસોનું બોર્ડ શરૂ થશે. બાકી રહેલા 600 કેસનો નિકાલ આવશે. અરજદારોને સુનાવણી માટેની નવી એક તક મળશે, બુધ-ગુરુ બે દિવસ અપીલ બોર્ડ મળશે. આજરોજ અપીલનું પ્રથમ બોર્ડ મળશે. જેમાં 35 કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. તત્કાલીન કલેક્ટર પ્રભવ જોશીની બદલી થઇ જતાં 300થી વધુ કેસના ઠરાવ પર સહી કરવાનું રહી જતાં તેવા કેસોમાં હિયરિંગની વધુ એક તક આપવા અરજદારોને નોટિસ આપવાનું શરૂ કર્યું છે. આખરી બોર્ડમાં સુનાવણી બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સિવાય 8 જુલાઈના રોજ મંગળવારે લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે. જેમાં 65 કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત 15થી 20 કેસના અરજદારને રૂબરૂ સુનાવણી માટે ઉપસ્થિત રહેવા માટે નોટિસ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. નવનિયુક્ત કલેક્ટર ડો.ઓમ પ્રકાશની લેન્ડ ગ્રેબિંગની આ પ્રથમ બેઠક છે.