વ્યાજખોરોથી કંટાળી ઝેરી દવા પી યુવકનો આપઘાતનો પ્રયાસ

રૈયા રોડ પરના નેહરુનગરમાં રહેતા જામનગરના વતની યુવકે ઝેરી દવા પી આપઘાતની કોશિશ કરતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જામનગરમાં વ્યાજે નાણાં લીધા હોય વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે પગલું ભર્યું હતું.

નેહરુનગરમાં રહેતો રિયાઝ કરીમભાઇ ખલીફા (ઉ.વ.39) સોમવારે રાત્રે પોતાના ઘરે ઊલટી કરવા લાગ્યો હતો. પરિવારજનોએ પૃચ્છા કરતાં તેણે ઝેરી દવા પીધાનું કહેતા તેને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસની ટીમ દોડી ગઈ હતી. રિયાઝ જામનગરનો વતની છે અને કેટલાક સમયથી રાજકોટ સ્થાયી થયા છે.

ચાર ભાઇ અને એક બહેનમાં નાનો રિયાઝ ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવે છે તેને સંતાનમાં એક પુત્રી છે. રિયાઝ જામનગરમાં હતો ત્યારે વાહન લે-વેચનું કામ કરતો હતો. ધંધા માટે તેણે કેટલાક શખ્સો પાસેથી નાણાં વ્યાજે લીધા હતા અને વ્યાજે લીધેલી રકમની સામે અનેકગણી રકમ વ્યાજખોરોને ચૂકવી દીધી હતી. આમ છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *