કાર્યકરના રાજીનામાએ ભાજપની પોલ ખોલી

રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીમાં વિધાનસભા 68ના આઈટી વિભાગના સહ-ઇન્ચાર્જ તરીકેનો કાર્યભાળ સંભાળતા અને એડવોકેટ વિવેક લીંબાસીયાએ પોતાનું રાજીનામું શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને સોંપતા રાજકોટમાં ભાજપના શાસકોની પોલ ખોલી છે. રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ફાળવાયેલા રૂ.187 કરોડ ક્યાં ગયા?, શહેરના ઇતિહાસની ગોઝારી ઘટના TRP ગેમ ઝોન દુર્ઘટનાની તપાસ અંગેની સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો રિપોર્ટ આજદિન સુધી જાહેર કરાયો નથી. પૂર્વ કોર્પોરેટરોને નિયમો નેવે મૂકીને આવાસની ફાળવણીઓ કરીને ભ્રષ્ટાચાર અને કૌભાંડોને પ્રોત્સાહન, પાર્ટીના હોદેદારોના બિનઅધિકૃત બાંધકામો સામે આંખમિચામણા, નાકરાવાડી ડમ્પિંગ સ્ટેશન ખાતે પર્યાવરણના નીતિ-નિયમોની જાળવણી ન કરવા સબબ રાજકોટ મહાનગરપાલિકાને આપેલ સંભવિત 22 કરોડનો દંડ પ્રજાના પૈસા છે. આ પ્રકારના આક્ષેપો સાથેના રાજીનામાએ શહેર ભાજપમાં હડકંપ મચાવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાને લગત વિવિધ પ્રશ્નોને લઈને વારંવાર રજૂઆત કરવા છતા પદાધિકારીઓ તેમજ સંગઠનના હોદ્દેદારો તરફથી કોઈ પ્રતિભાવ કે પ્રત્યુતર આપવામાં આવતો નથી. જેથી જાહેર જનતા અને નાગરિકોના વિવિધ પ્રશ્નોને વાંચા આપવામાં અમો નિષ્ફળ જઈએ છીએ. આ પાર્ટી હાલના તબ્બકે મુખ્ય વિચારધારા પંચનિષ્ઠા તેમજ દીનદયાળ ઉપાધ્યાયજીની એકાત્મ માનવવાદ, શ્યામાપ્રસાદ મુખર્જીની માનવી ત્યાં સુવિધા અને અટલબિહારી વાજપાયની સુશાસનની વિચારધારાઓથી વિપરીત અને પાર્ટીની વિરાસતથી વિરુદ્ધ કામગીરી કરી રહી છે. અમો નૈતિક દ્રષ્ટિએ તેમજ લોકનિષ્ઠાના ભાગરૂપે આ સહન ન કરી શકીએ. તેમજ સત્તાએ સેવાનુ માધ્યમ છે નહી કે સંપતિસર્જનનુ એ સિદ્ધાંતોને ધ્યાને લઈને અમો પાર્ટીમાં અમારી સેવા ન આપી શકીએ. જેથી અમોનું રાજીનામું સ્વીકારવા વિનંતી છે.આ પક્ષમાં અમોનું વ્યક્તિગત ઘડતર થયેલ જે બદલ સૌનો આભારી સહ ઋણી છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *