ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલી ઈનોવા ગાડી અકસ્માતનો ભોગ બની છે. યુપીના મુઝફ્ફરનગરમાં, કારે કાબુ ગુમાવતા 20 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. અકસ્માતમાં 4 મિત્રોના ઘટનાસ્થળે જ મોત થયા. 1 ગંભીર રીતે ઘાયલ થયો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારની સ્પીડ લગભગ 100ની હશે.
કાર અચાનક ફ્લાયઓવર પર પલટી ગઈ. ત્યારબાદ તે ફ્લાયઓવરની રેલિંગ તોડીને ખેતરમાં પડી ગઈ. 15 ફૂટ લાંબી અને 5 ફૂટ ઊંચી કાર ચકનાચૂર થઈ ગઈ. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ 4 લોકોને મૃત જાહેર કર્યા.
એસએસપી સંજય કુમાર વર્માએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. તેઓ ઘાયલોની હાલત જાણવા માટે હોસ્પિટલ પણ ગયા. તેમણે અકસ્માતની તપાસ કરવાના નિર્દેશો આપ્યા છે. આ ઘટના છાપર વિસ્તારના રામપુર તિરાહા ખાતે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં સવાર મુસાફરો ગુજરાતના રહેવાસી છે. તે બધા ઉત્તરાખંડના કેદારનાથ જઈ રહ્યા હતા.