અમેરિકામાં ઓછી આવક ધરાવતા લોકો માટે બિલ, ભાડું ચૂકવવું અને કરિયાણું ખરીદવું પણ મુશ્કેલ બન્યું

અમેરિકાની અર્થવ્યવસ્થામાં નાણાકીય કટોકટીના કારણે ઓછી આવક ધરાવતાં પરિવારોની મુશ્કેલીઓ વધી રહી છે. આ પરિવારોને સમયસર ઘરનું ભાડું આપવા અને કરિયાણું ખરીદવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આવા પરિવારોની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે બનાવવામાં આવેલી કંપની પ્રોપેલના સર્વે મુજબ જે પરિવાર SNAP (સપ્લિમેન્ટલ ન્યૂટ્રિશન આસિસ્ટેન્સ પ્રોગ્રામ)નો ભાગ હતા, તેમાંથી 42%એ ઓગસ્ટમાં એક ટંકનો ખોરાક ઘટાડ્યો. છે. ત્યારે, 55% ખાવાનો સામાન ઘટાડ્યો કેમકે તે તેટલો ખર્ચ ઉપાડી શકતા નહોતા.

આ આંકડો ગયા વર્ષની સરખામણીએ બમણો છે. એસએનએપી ઓછી આવક ધરાવતા પરિવારોને તેના કરિયાણાના બજેટને પહોંચી વળવા માટે ખાદ્ય લાભ પ્રદાન કરે છે. આ કાર્યક્રમ મોટા ભાગના એ જ પરિવારો છે જેની આવક ગરીબી રેખા પર કે તેની નીચે છે. રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે જુલાઈથી એ પરીવારોની સંખ્યામાં પણ વધારો થયો છે જેમણે ઘરનું ભાડું અને અન્ય મૂળભૂત સુવિધાઓના બિલ જમા નથી કર્યાં.

સર્વેમાં સામેલ 67%થી વધુ લોકો જેને SNAPનું ચુકવણું મળતું હતું, પરંતુ કોઈને કોઈ પ્રકારનું દેવું પણ છે. પ્રોપેલના નીતિ નિર્દેશક જસ્ટીન કિંગે જણાવ્યું કે આ વર્ષની શરૂઆતમાં એસએનએપી કટોકટી ફાળવણી સમાપ્ત થયા પછી ખાદ્ય અસુરક્ષા વધુ ખરાબ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *