શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કાર!

‘કાંટા લગા’ના રિમેકથી ફેમસ થયેલી એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 27 જૂનની રાત્રે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

એક્ટ્રેસના મોત બાદ એક્ટ્રેસ હિમાંશી ખુરાનાએ શંકા ઊભી કરતી પોસ્ટ કરી છે કે- ‘બિગ બોસ’ જગ્યા જ શાપિત છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં સિદ્ધાર્થ શુક્લાનું પણ આ રીત મોત થયું અને હવે શેફાલી જરીવાલાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે.

શેફાલી જરીવાલાએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં “કાંટા લગા” ગીતથી ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, આ ગીત લાંબા સમય સુધી વિવાદમાં પણ રહ્યું હતું. આ પછી, કોઈએ શેફાલીના મૃત્યુના સમાચાર પણ ફેલાવ્યા. વર્ષો સુધી ગુમ રહ્યા પછી, શેફાલી જરીવાલાએ બિગ બોસમાં વાપસી કરી અને તે ખૂબ જ શાનદાર દેખાઈ હતી. ત્યારબાદ શેફાલી સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે ‘મુજસે શાદી કરોગી’ ફિલ્મમાં પણ જોવા મળી હતી.

ગ્રેટર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને તેના તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું કે- ‘એક્ટ્રેસ-મોડેલ શેફાલી જરીવાલાનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકારના ડૉક્ટરે પોસ્ટમોર્ટમ કર્યું છે. ડૉક્ટરોએ પોતાનો અભિપ્રાય અનામત રાખ્યો છે. મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ નથી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *