પુરીમાં રથયાત્રા રોકાઈ, આજે ફરી શરૂ થશે

ઓડિશામાં વિશ્વની સૌથી મોટી રથયાત્રાનો પ્રારંભ આજથી થઈ ગયો છે. સવારે 6 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી પછી, તેમને શણગારવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રસાદ તરીકે ખીચડી ચઢાવવામાં આવી હતી. દૈનિક ધાર્મિક વિધિઓ પછી, સવારે 9:30 વાગ્યે ભગવાનને મંદિરમાંથી બહાર લાવવાની વિધિ શરૂ થઈ ગઈ છે. રથની પૂજા કર્યા પછી બળભદ્ર, બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથને રથમાં બેસાડવામાં આવ્યા. ભગવાન નગરચર્ચા એ નીકળી ગયા છે. આજની યાત્રા વિરામ લઈ ચૂકી છે, હવે આવતી કાલે ફરી ભગવાનની રથયાત્રા આગળ વધશે.

બપોરે 3 વાગ્યે, પુરી રાજવી પરિવારના ગજપતિ દિવ્યસિંહ દેવ સોનાના સાવરણીથી રથના આગળના ભાગને સાફ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે લગભગ 3 કિમી દૂર ગુંડીચા મંદિરમાં જાય છે. આ તેમના માસીનું ઘર હોવાનું માનવામાં આવે છે. પુરીમાં રથયાત્રા 8 જુલાઈના રોજ સમાપ્ત થશે. ભગવાન શ્રીકૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને માસીનાં ઘરે 9 દિવસ રહેવા માટે જાય છે, અને ત્યાં 7 દિવસ રોકાઇ ૫રત ફરે છે. તેથી દર વર્ષ રથયાત્રા કાઢવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *