શુક્રવારે (27 જૂન) 1,034 રૂપિયા ઘટીને 96,135 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ગઈકાલે તે 97,159 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના જણાવ્યા અનુસાર, એક કિલો ચાંદીનો ભાવ પણ 350 રૂપિયા ઘટીને ₹1,06,800 થયો છે. ગઈકાલે એક કિલો ચાંદી ₹1,07,150 પ્રતિ કિલો હતી.
18 જૂનના રોજ, ચાંદીએ 1,09,550 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ બનાવી અને સોનાએ 99,454 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ બનાવી. આ વર્ષે, સોનું લગભગ 20 હજાર રૂપિયા મોંઘુ થયું છે. તેવી જ રીતે ચાંદીના ભાવમાં પણ લગભગ 21 હજાર રૂપિયાનો વધારો થયો છે.